Pages

Highlight Of Last Week

Search This Website

Monday 24 July 2017

ચટપટા ખાખરા


સામગ્રી-
-400 ગ્રામ મઠનો લોટ
-100 ગ્રામ અડદનો લોટ
-હળદર
-અજમો
-હિંગ
-તલ
-મરચું
-મીઠું
-દૂધ
-ઘી

રીત-
સૌપ્રથમ મઠ-અડદના લોટને ભેગો કરો. થાળીમાં દૂધ અને ઘી નાખી ખૂબ ફીણો. તેમાં બંને લોટ નાખી હલાવો. તેમાં હળદર, મરચું, અજમો,હિંગ, તલ, અને મીઠું નાખી કઠણ લોટ બાંધો. તેને ખૂબ કૂટો. તેના લૂઆ કરી પાતળા ખાખરા વણી તવી ઉપર ધીમા તાપે તેને કપડાથી દબાવીને નીચે શેકો. છેલ્‍લે તેના ઉપર ઘી લગાવો.
Read More »

ધનિયા પૌઆ /બટાકા પૌઆ


સામગ્રી

-બે કપ પૌઆ
-પા ટીસ્પૂન હળદર
-મીઠું સ્વાદ અનુસાર 

પેસ્ટ માટે

-પા કપ નાળિયેરની છીણ
-બે નંગ લીલા મરચાં
-પોણો કપ કોથમીર સમારેલી
-દોઢ ટીસ્પૂન લીંબુનો રસ
-અડધી ટીસ્પૂન રસમ પાઉડર
-એક ટીસ્પૂન ખાંડ 

વઘાર માટે

-અડધી ટીસ્પૂન રાઈ
-એક ટીસ્પૂન અડદની દાળ
-અડધા ઈંચનો તજનો ટુકડો
-એક ડાળખી મીઠો લીમડો
-એક ચપટી હિંગ
-દોઢ ટીસ્પૂન તેલ 

રીત

સૌપ્રથમ પૌઆને સાફ કરીને ધોઈને નિતરવા મૂકી દો. હવે પેસ્ટ માટે નાળિયેર, કોથમીર, લીલા મરચાં, લીંબુનો રસ, ખાંડ, રસમ પાઉડર અને મીઠુંને મિક્સર જારમાં લઈને બરાબર મિક્સ કરી લો. તેમાં જરૂર લાગે તો ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને પૌઆમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં અડદની દાળ અને તજનો ટુકડો ઉમેરીને સાંતળો. દાળ લાલ રંગની થાય એટલે તેમાં મીઠો લીમડો, હિંગ અને હળદર ઉમેરીને થોડીક સેકેન્ડ માટે સાંતળો. ત્યારબાદ તેમાં પૌઆ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. થોડીક મિનિટ માટે સાંતળ્યા બાદ ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ પૌઆને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.
Read More »

Tuesday 20 June 2017

ડ્રાય ભાખરવડી


 
સામગ્રી
 


પડ માટે
-400 ગ્રામ ચણાનો લોટ
-100 ગ્રામ ઘઉંનો લોટ
-મીઠું સ્વાદ મુજબ
-2 ચમચી મરચું
-1 ચમચી હળદર
-તેલ પ્રમાણ સર
 
ફીલિંગ માટે
-200 ગ્રામ ચણાનો લોટ
-100 ગ્રામ ઝીણી સેવ
-25 ગ્રામ સુકુ ટોપરું
-1 ટેબલસ્પૂન તલ
-1 ટેબલસ્પૂન ખસખસ
-1 ટેબલસ્પૂન ગરમ મસાલો
-1 ટેબલસ્પૂન ખાંડ
-1 ચમચી આમચૂર પાઉડર
-1 ચમચી ઘાણાજીરું
-મીઠું સ્વાદ મુજબ
 
ચટણી માટે
-50 ગ્રામ સીંગદાણા
-10 કળી લસણ
-1 ચમચો લાલ મરચું
-મીઠું સ્વાદ મુજબ
-ગોળ
 
રીત
 
ચટણીની બધી જ સામગ્રી મિક્સ કરીને તેને મિક્સરમાં બ્લેન્ડ કરી ચટણી બનાવી લો, જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું. ચણા અને ઘઉંનો લોટ ભેગો કરી લો. તેમાં મીઠું થોડી હળદર અને તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધી લો. ચણાના લોટમાં મીઠું મરચું અને તેલનું મોણ નાખી ખીરું તૈયાર કરી પેનમાં તેલ મૂકી ભજિયાં તળી લેવા. ઠંડા પડે એટલે ખાંડી, ચાળી રવાદાર ભૂકો બનાવી લો. તેમાં ચણાની સેવ નાખવી, સુકું કોપરાનું છીણ ઉમેરો. આ ફીલિંગમાં શેકેલા તલ ખસખસ મીઠું ગરમ મસાલો ઉમેરો. ધાણાજીરું, ખાંડ અને આમચૂર પાઉડર પણ ઉમેરો. લોટમાંથી પાતળો મોટો રોટલો વણી લો. રોટલા પર ચટણી લગાવી મસાલો પાથરો. પછી તેનો સખત વીંટો વાળી કટકા કરી લો. આ કટકાને બરાબર દબાવી તેલમાં તળી લો તૈયાર છે ભાખરવડી
Read More »

ભાવનગરી ગાંઠિયા


 
સામગ્રી

-500 ગ્રામ ચણા લોટ
-50 ગ્રામ ચોખા લોટ
-500 ગ્રામ તેલ
-4 ચમચી મરચું
-2 ચમચી અજમો
-સંચળ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
ચણાના અને ચોખાના લોટને ભેગા કરી તેમાં મરચું, મીઠું, અજમો, સંચળ નાખી કડક લોટ બાંધો. લોટને તેલ વડે મસળીને નરમ કરો. કડાઈમાં તેલ ગરમ કરી મશીનમાં લુઆ મૂકી તેને દબાવીને ગાંઠિયા સીધા તેલમાં પાડી તળી લો. રતાશ પકડે એટલે કાઢીને તેનો ઉપયોગ કરો. તૈયાર છે તીખા ગાંઠિયા.
Read More »

Thursday 6 April 2017

કોથમીરની ચટણી


સામગ્રી
(૧) ૧ ક્પ કોથમીર   (૨) ૬ નંગ લસણ
(૩) ૧ ટી સ્પુન જીરું   (૪) ૧ ટી સ્પુન તલ
(૫) ૧ ટી સ્પુન કોપરું
(૬) ૧ ટી સ્પુન સીંગદાણા
(૭) ૧ ટી સ્પુન ખાંડ (૮) ૧/૨ લીંબુ
(૯) ચાર નંગ લીલા મરચાં
(૧૦) નાનો ટુક્ડો આદુ (૧૧) મીઠૂં પ્રમાણસર
        ----- રીત ------
(૧) કોથમીરને ઝીણી સમારવી. લસણને ઝીણું સમારવું
(૨) મશીનમા થોડુંક જીરું,તલ, કોપરું અને સીંગ નાખી વાટવું
(૩) પછી બાકીનો મસાલો અને કોથમીર નાખી વાટવું,

નોંધ:- લસણ ન નાખીએ તો ચાલે
Read More »

Friday 17 March 2017

દહીંવડા

1.       1 કપ ચોળાની દાળ
2.       1 કપ અડદની દાળ
3.       1/4 કપ મગની દાળ
4.       તેલ પ્રમાણસર
5.       1 લિટર દહીં
6.       ગળી ચટણી
7.       મરચું
8.       મીઠું પ્રમાણસર
                                    રીત
1.    ત્રણેય દાળ 6 કલાક પલાળી અધકચરી વાટી તેમાં મીઠું નાખી ગરમ તેલમાં વડાં ઊતારી,હૂંફાળા પાણીમાં નાખવાં.
2.   પીરસતી વખતે પાણીમાંથી દબાવીને કાઢવાં. તેના પર દહીં,ગળી ચટણી, મીઠું, મરચું નાખવાં.
                                ર્વરીએશન
1.    2 કપ ચોળાની દાળ, 1 કપ અડદની દાળનાં પણ દહીંવડા થાય.
2.   સ્ટોપ દહીંવડાં :   કચોરીના મસલાના વડાં કરી દહીંવડાં ખીરામાં બોળી તળવાં. બીજું બધું દહીંવડાં જેમ કરવું.

નોધ : વડાં વહેલાં બનાવીને, પાણીમાંથી દબાવીને બહાર કાઢીને, ફ્રિજમા મૂકી શકાય.  
Read More »

Thursday 16 March 2017

વેજિટેબલ હાકા નુડલ્સ


સામગ્રી
1.        100 ગ્રામ કેપ્સીકમ
2.        100 ગ્રામ ડુંગળી
3.         5 ટી સ્પૂન તેલ
4.       200 ગ્રામ કોબીજ
5.       50 ગ્રામ ફ્ણસી
6.       100 ગ્રામ ગાજર
7.       100ગ્રામ નુડલ્સ
8.       ½  ટી સ્પૂન મરીનો ભૂકો
9.       ચપટી આજીનોમોટો
10.   2 સ્પૂન સોયાસોસ
11.   મીઠું પ્રમાણસર
     રીત
1.       કેપ્સીકમને લાંબાં સમારવાં.
2.       ડુંગળીનાં ભજિયાં જેવી પાત્ળી સ્લાઇસ કાપવી. પછી એક સાઇડેથી કાપવું. જેથી લાંબી સળી થઇ જશે.
3.       ફ્રાઇંગ પેનમાં 2 ટી સ્પૂન તેલ મૂકી આકરા તાપે કેપ્સીકમ અને ડુંગળી સાંતળવાં.
4.       કોબીજ લાંબી સમારવી. ફણસી ઝીણી સમારવી. ગાજર લાંબા સમારવાં. 5 મિનિટ પછી કોબીજ , ફણસી, ગાજર, નાખી સાંતળવાં.
5.       તેમાં બાફેલા નુડલ્સ, મરીનો ભૂકો, આજીનો- મોટો, સોયાસોસ અને મીઠું નાખવું.
6.       બરાબા હલાવી ગરમ ગરમ પીરસવું.
    નુડલ્સ બાફવાની રીત
100 ગ્રામ નુસલ્સ – પાણી અને સહેજ તેલ મૂકી બાફવા. બફાઇ  જાય એટલે તેને ચાળણીમાં નાખી પાણી કાઢી નાખવું અને તેની ઉપર ઠંડું પાણી નાખવું. પછી નુડલ્સમા 2 ટી સ્પૂન તેલ લગાડવું, જેથી નુડલ્સ ચોંટી ન જાય.


Read More »