Pages

Highlight Of Last Week

Search This Website

Non Vegetarian dishes



મટન કરી


સામગ્રી - 750 ગ્રામ મટન પીસીસ. 4 ટેબલ સ્પૂન ઘી. 3થી 4 ડુંગળી, સ્વાદ મુજબ મીઠુ, 3થી 4 ટામેટા, 2 થી 3 કપ પાણી. 

મસાલા માટે - અડધુ તાજુ નારિયળ છીણેલુ, 1 સમારેલી ડુંગળી, 8 થી10 લીલા મરચાં, એક ચમચી ધાણાજીરુ, એક ચમચી જીરુ, 2-3 તજ, 4 લવિંગમ 6 થી 8 લસણ. 

બનાવવાની રીત - મટનને ધોઈ લો. નારિયળના છીણને સાંતળીને બાજુ પર મુકી રાખો. સમારેલી ડુંગળીને સોનેરી થતા સુધી સાંતળો. ધીમા તાપ પર મરચુ, ધાણા જીરુ, લસણ, આદુ, કાળા મરી, તા વગેરે સાંતળો. આ બધા મસાલાને નારિયળણા છીણ સાથે મિક્સ કરી વાટી લો. હવે એક કૂકરમાં ઘી ગરમ કરવા મુકો અને તેમા ડુંગળીવાળુ મિશ્રણ નાખીને સોનેરી થતા સુધી સાંતળો, હવે તેમા મટનના પીસ નાખીને 10 થી 15 મિનિટ સુધી થવા દો.. તેમા ટામેટા નાખીને વધુ પાંચ મિનિટ રહેવા દો. 

બે ત્રણ કપ પાણી નાખીને મટન બફાતા સુધી ઉકળવા દો

સાદા ભાત સાથે સર્વ કરો.
____________________________________________________________________________

શાહી આમલેટ

સામગ્રી - ફાટેલું દુધ, 2 ઈંડા, લીલા ધાણાં, લીલા મરચા, આદું, મીઠુ સ્વાદ અનુસાર. 

રીત - ફાટેલા દુધમાં ડુંગળી, 2-3 લીલા મરચા, લીલા ધાણાં, આદુ બધુ સારી રીતે ઝીણું કાપીને તેમાં સ્વાદ અનુસાર મીઠુ નાંખીને આ મિશ્રણને ઈંડાની સાથે હલાવો. ત્યારબાદ આ ઈંડાની આમલેટ બનાવો. બસ, તૈયાર છે નિરાળા સ્વાદવાળી આમલેટ.


_______________________________________________________________________________

સ્ટીમ ચિકન વિથ ગ્રીન

સામગ્રી - બોનલેસ ચિકન 800 ગ્રામ, પોક ચોયે 300 ગ્રામ, ગ્રીન ડુંગળી 200 ગ્રામ, કોર્ન ફ્લોર 50 ગ્રામ, અરામેટ પાવડર 2 ચમચી, તેલ ફ્રાય કરવા માટે 20 ગ્રામ, લસણ સ્લાઈસ 50 ગ્રામ, ઈંડા 2 પીસ, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - ચિકનને સારી રીતે ધોઈ લો અને એક ઈંચ નાના ટુકડામાં કાપો. બાકી બધી શાકભાજીઓને સાફ કરીને કાપો અને જુદી મુકી દો. ચિકનમાં ઈંડા બીટ કરીને નાખો, તેમા મીઠુ, કોર્નફ્લોર નાખીને મેરિમેટ કરો અને જુદા મુકો.

એક પેનમાં તેલ ગરમ કરો અને તેમા ચૌપ લસણ નાખો. બફાયા પછી ચિકન નાખો અને તેને બફાવા દો. ફરી સમારેલી શાકભાજી નાખો 5 મિનિટ બાફીને ગરમા ગરમ સર્વ કરો.

_____________________________________________________________________________
ચિકન કરી

સામગ્રી - ચિકન 1 કિગ્રા, ડુંગળી - 3-4, લસણ - 5-6 કળી, આદુ- 1 ટુકડો, લીલા મરચાં - 5-6, ઘાણાજીરુ - 3 ચમચી, હળદર - 1 ચમચી. લાલમરચુ - 2 ચમચી, ટોમેટો - 3 નંગ, નારિયળનુ દૂઘ 1 કપ, કઢી પત્તા 1 ડાળી, તેલ - જરૂર મુજબ, ગરમ મસાલો - 2 ચમચી, મીઠુ સ્વાદમુજબ. 

બનાવવાની રીત - ચિકનને મોટા ટુકડામાં કાપો, ડુગળી, લીલુ મરચુ, આદુ અને લસણને સમારી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમા ડુંગળી, સોનેરી થતા સુધી ફ્રાય કરો અને તેમા લસણ, આદુ અને મરચાનુ પેસ્ટ નાખીને સાંતળો. 

ધાણાજીરુ, મરચુ, હળદર, ગરમ મસાલો અને મીઠુ નાખીને 2 મિનિટ સાંતળો, હવે તેમા સમારેલા ટામેટ અને કઢી લીમડો નાખી થોડીવાર સુધી થવા દો. 

ચિકન નાખીને થોડીવાર સુધી ફ્રાય થવા દો, હવે થોડુ મીઠુ નાખો. કઢાઈને ઢાંકી દો અને ચિકન બફાય ત્યાં સુધી થવા દો. જ્યારે ચિકન બફાય જાય ત્યારે તેમા નારિયળનુ દૂધ નાખી ઉકાળીને ઉતારી લો. રોટલી અને ભાત સાથે સર્વ કરો.

___________________________________________________________________________________

Butter Chicken Recipe

Ingredients:

  • 1 Tandoori Chicken (Buy cooked from market)
  • 3 tbsp Chopped Garlic
  • 2 Green Chillies, 2 finely chopped
  • 1/4th tsp Ground Red Chillies
  • 1 tbsp Olive oil
  • 70 grams Butter
  • 70 ml Milk
  • 3/4 tsp Kasoori Methi
  • 1/3 tsp Salt
  • 2 pinches Sugar, Powdered


Method:


  1. Heat Olive Oil in a non-stick pan. Add garlic into it. When it turns into golden colour, add Kasoori Methi, green chillies and add 1/3rd of butter into it.
  2. After heating them together for 5 minutes, add salt, red chillies, milk and sugar into the mixture.
  3. Then add the Tandoori Chicken into it. After around 2-3 minutes, add rest of the butter into the whole mixture.
  4. Heat for another 2 minutes and serve preferably with plain Nan or any other Indian bread.

  5. Tip: Wash Kasoori Methi in running water by putting it in a sieve to remove foreign particles.

No comments:

Post a Comment